Send Articles

     Send your articles to EDITOR on pagdandi@kvoss.org       SUBSCRIBE FOR PAGDANDI

About Pagdandi

એક ખિસકોલી જે પણ અનાજ, બીજ, ઠડીયા વગેરે, જે પણ મળે, એ ખાવાની સાથે સાથે, પોતાના ભવિષ્ય માટે, આવનારા દિવસો માટે થોડું થોડું જમીનમાં દાટતી જાય. (એ અલગ વાત છે કે એક અભ્યાસ પ્રમાણે, ૮૦ ટકા કિસ્સામાં ખિસકોલી એ દાટેલી જગ્યા ભૂલી જાય અને પછી એ જમીનમાં દાટી દીધેલાં અનાજ, બીજ, ઠડીયા, વગેરે વખત જતાં નવા છોડ, વેલ કે ઝાડના રૂપે વિકસિત થાય છે. કહેવાય છે કે જંગલના મોટા ભાગના વૃક્ષો આ રીત જ વિકસિત થઈને જંગલને મંગલ કરતાં હોય છે.)

ક વી. ઓ. સેવા સમાજનું આ માસિક પરિપત્ર, "પગદંડી", પણ આવી જ એક ખિસકોલી છે જે આમ ને આમ કેટકેટલા વિચારબીજ આપણાં સૌના માનસપટમાં દાટી જાય છે. ક. વી. ઓ. સમાજમાં જેટલી પણ ખોટી પ્રથાઓ બંધ થઈ હશે, જેટલા પણ સમાજોપયોગી સુધારા આવ્યા હશે, કેટલીય રૂઢીઓ સામે બંડના બ્યૂગલ ફૂંકાયા હશે, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક પગદંડીના લેખક, વાચક, વિવેચક નો પણ નાનકડો ફાળો હશે જ ક. વી. ઓ. સેવા સમાજના સાત સાત દાયકાના આ સંઘર્ષ ભર્યા સોનેરી સફરમાં આ ખિસકોલીએ પણ જે રીતે રામ સેતુમાં પોતાની પીઠ પર જેટલી રેતી ચોંટે, એટલો પુરુષાર્થ કર્યો, એટલું યોગદાન આપ્યું.

આજે આ ખિસકોલીના સાત સાત દાયકાના આ ભગીરથ કામમાં સાથ આપનાર આપ સૌનો હ્રદયથી આભાર.

 

Editor for Pagdandi :  Ashwin Malde |  Chandrakant Nandu  |  Sanjay Chheda